કાર્યવાહી:મયૂરનગર અને મોરવાડની સીમમાં વિદેશી દારૂના દરોડાઃ હળવદથી 236 દારૂ, 162 નંગ બિયર ઝબ્બે

હળવદ, લીંબડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂડા પોલીસે 22 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદના ‌મયુરનગર ગામની સીમ વાડીની બાજુમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂ  અને બિયરનો‌ ‌જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમીને આધારે હળવદ પી.આઈ પી.એ.દેકાવાડીયા, યોગેશદાન ગઢવી, બીપીનભાઈ પરમાર, મુમાભાઈ કરોતરા, વિક્રમભાઈ સિહોરા સહિતના પોલીસકર્મીઓ દરોડો કર્યો હતો. જેમાં 236 નંગ વિદેશી દારૂની બોટલ, 162 નંગ બીયર  સહિત રૂપિયા 1,10,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

લીંબડી ડીવાયએસપી ડી.વી.બસીયાના માર્ગદર્શન મુજબ ચુડા પીએસઆઈ જે.આર.ડાંગર સહિતની પોલીસ ટીમે જુની મોરવાડની સીમમાં કેનાલના વોંકળા પાસે હરેશ ઉર્ફે બાબુ રણછોડભાઈ પટેલે સંતાડેલી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂની 75 બોટલો ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન બુટલેગર હરેશ ઉર્ફે બાબુ પટેલ હાજર મળ્યો નહોતો. પોલીસે 22,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...