તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:હળવદના રાયધ્રા ગામે કેરીનો રસ પીવાથી 50 જણાને ફૂડ પોઈઝનિંગ

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓની તબિયત સુધારા પર, 1 સપ્તાહમાં 140 લોકો ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા

હળવદના સુંદરી ભવાની શ્રીમંત પ્રસંગ, રાયધ્રા ગામમાં પુત્રવધુના વાયણા અને ધ્રાંગધ્રા તાલુકાના એંજારમાં બે જુદા જુદા પ્રસંગે હળવદમાથી કેરીનો રસ પિરસાયો હતો. ત્યારબાદ મહેમાનોની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે રાયધ્રા ગામના હજુ પણ કેટલાક લોકો મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

હળવદ તાલુકાના જુદાં જુદાં ગામોમા ફૂડ પોઈઝિંગની બનાવો સામે આવી રહ્યા છે. જેમાં તાલુકાના સુંદરી ભવાનીમાં મેરાભાઈ પઢિયારના ઘરે શ્રીમંત પ્રસંગે 50 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઈ હતી. આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસ સુધી ગામની મુલાકાત લીધી હતી. અને બિમાર વ્યક્તિને સારવાર ઉપલબ્ધ કરાવી હતી. ત્યારબાદ ધ્રાંગધ્રા તાલુકાના એંજારમાં પણ બે જુદા જુદા પ્રસંગોમાં 40 જેટલા લોકોને ફુડ પોઇઝનીંગ થઇ ગયું હતું. આથી રણમલપુર અને હળવદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડ્યા હતા.

આ અંગે તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડોક્ટર ભાવિન ભાઈ ભટ્રીએ જણાવ્યું હતું કે રાયધ્રા ગામ 50 લોકો‌ને કેરીનો રસ પીવાથી ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર અપાઈ હતી. તમામની તબિયત સુધારા પર છે. અમુક દર્દીઓને મોરબી સારવાર માટે લઇ ગયા છે. તેમની પણ તબિયત સુધારા પર છે.

અન્ય સમાચારો પણ છે...