હળવદ યાર્ડમાં વરીયાળીના ભાવ નીચા જતા ખેડૂતો હરાજીથી અળગા રહ્યા હતા. જો કે યાર્ડના કર્મચારીઓ સમજાવટ બાદ હરાજી ફરી શરૂ કરાઇ. હળવદ માર્કેટિંગ યાર્ડમા હરાજીના ભાવ ૨૦ કિલોના 1900 રૂપિયા ભાવ નીચા જતા ખેડૂતો હરાજીથી અળગા રહ્યા હતા. જોકે એક કલાક બાદ હળવદ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ સમજાવટ બાદ હરાજી ફરી રાબેતા મુજબ શરૂ થઈ હતી.
હળવદનુ માર્કેટિંગ યાર્ડમાં હાલ હળવદ તાલુકા અને અન્ય તાલુકામાંથી ખેડૂતો વરીયાળી રાયડો એરંડા મેથી સહિતના પાકોની હરાજી માટે લઈને આવતા હોય છે. ત્યારે બુધવારે હળવદ યાર્ડ રાબેતા મુજબ શરૂ થઈ હતી. ત્યારે ખેડૂતોને વરીયાળીના ભાવ 1950 મળતા ખેડૂતો હરાજીથી અળગા રહ્યા હતા. ત્યારે આગે સડલા ગામના ખેડૂત રાજુભાઈ જણાવ્યું હતું કે અમો સડલાથી વરીયાળી લઈને હળવદ આવી છીએ. પરંતુ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અમારે વરીયાળીના લાવવા માટે ખર્ચ વધી જાય છે અમારા ગામમાં ૨૦ કિલોના ૨૦૦૦ના ભાવ મળે છે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.