માંગ:હળવદના પંચાસરીમાં વીજપોલ મામલે ખેડૂતોઓનો વિરોધ

હળવદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદથી સડલા જતા વીજપોલનો ખેડૂતો દ્વારા વિરોધ થતાં પોલીસે આવતા મામલો શાંત પડ્યો. - Divya Bhaskar
હળવદથી સડલા જતા વીજપોલનો ખેડૂતો દ્વારા વિરોધ થતાં પોલીસે આવતા મામલો શાંત પડ્યો.
  • ઊભા પાકનું યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માગણી
  • વીજપોલનો વિરોધ કરતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો

હળવદના રાણેકપર પંચાસરી વિસ્તારમાં 220 કેવી વીજપોલના વળતર બાબતે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેમાં ઉભા પાકમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ જેટકો કંપનીના અધિકારીઓ સમક્ષ મોરચો માંડ્યો હતો. સાથે સરકારી જમીનમાં વીજપોલ મામલે જ્યારે પોલીસ કાફલા સાથે આવેલા જેટકો અધિકારીઓએ લેખિતમાં નુકસાન અંગે બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. હળવદમાં વડોદરા લાકડીયા જતાં વીજપોલનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યા શુક્રવારે ફરી હળવદથી સડલા 220 કેવી વિવાદ ઉભો થયો છે.

જેમાં પોલીસ અને એસઆરપી જવાનો સાથે આવેલા જેટકોના કર્મચારીઓનો સાથે વળતર બાબતે ઉગ્ર વિરોધ થયો હતો. ખેડૂત રફીકભાઈ લોલાડીયાએ જણાવ્યું હતું કે હળવદથી સડલા જતાં 220 કેવી વીજપોલનુ યોગ્ય વળતર અને લેખિતમાં બાંહેધરી આપે તેવી ખેડૂતો માંગ કરીએ છીએ.

અને જેટકો કંપનીના અધિકારીઓ ખેડૂતોને દબાવી બળજબરીથી વીજપોલ ઉભા કરવાનો પ્રયત્ન કરે છે. વળતર બાબતે કોઈપણ જાતની સ્પષ્ટતા કરાઈ નથી આથી અમારી આજીવિકા સમાન જમીન ગુમાવવી પડે તેમ છે. પરિણામે તંત્ર દ્વારા લેખિતમાં બાહેધરી આપે જેથી કરીને અમારી સલામતી રહી શકે તો સાથે ખેડૂતોએ વળતર બાબતે ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. અને સરકારી જમીનમાં વીજપોલ ઉભો કરીને અમોને નુકસાની વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...