તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:હળવદ પંથકમાં વીજલાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ, નુકસાન સામે વળતર ન મળતું હોવાની રાવ

હળવદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંદાજે 13 ગામોમાં 765 કેવીની લાકડિયા વીજલાઇનથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન

હળવદ તાલુકાના અંદાજે 13 ગામોમાંથી 765 કેવીની લાકડીયા વીજલાઇન પસાર થાય છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવા મામલે વીજકંપની અને ખેડૂતો આમનેસામને આવી ગયા છે. વીજપોલ ઉભા કરવાની કામગીરીના વિરોધમાં ધરતીપુત્રોએ મામલતદાર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જ્યાં રજૂઆત કરતા જણાવ્યું કે 300 થી 400 ખેડૂતોને પોતાના ખેતરની જમીનમાં વીજપોલ ઊભા કરવા માટે ધાક ધમકી આપવામાં આવે છે યોગ્ય વળતર આપવામાં આવતું નથી તેમજ મૌખીક સમજાવટ કરી ખેડૂતોને અંધારામાં રાખી લેખિતમાં કોઈ બાંયધરી આપતા નથી. આથી આ અંગે તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો