તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વીજપોલ નાખવા મામલે હળવદનાં 15 ગામના ખેડૂતોનો હાઇવે પર ચક્કાજામ

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી
  • ખેડૂતો અને પોલીસે વચ્ચે સામાન્ય બોલચાલી બાદ મામલો થાળે પડ્યો

કચ્છ જિલ્લાના લાકડીયાથી વડોદરા જતી 765 અને 220 કેવીની જેટકો વીજકંપનીની વીજલાઈન માટે ખેડૂતોના ખેતર વાડીમાં વીજપોલ ઊભા કરી રહ્યા છે. જેમાં યોગ્ય વળતર ન મળતા રોષે ભરાયેલા હળવદ તાલુકાના 15 ગામોના 500 જેટલા ખેડૂતોએ હળવદ સર્કિટ હાઉસ પાસે રોડ ઉપર ચક્કાજામ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

હાઇવે ચક્કાજામ અંગેની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી અને પોલીસે હાઈવે રોડ પર બેસેલા ખેડૂતોને હાઇવે ખુલ્લો કરવાનું કહેતા રોષે ભરાયેલા ખેડૂતો અને પોલીસે વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી. જો કે બાદમાં પીએસઆઇએ ખેડૂતોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડતા ખેડૂતોએ રસ્તા પરથી હટી જઇ હાઇવે ખુલ્લો કર્યો હતો. ત્યારબાદ ધરતીપુત્રો હળવદ મામલતદાર કચેરીએ ધસી ગયા હતા જ્યાં લેખીત આવેદન પાઠવતા જણાવ્યું કે જમીન અમારી મુખ્ય આજીવીકાનું સાધન છે જેમાં વીજપોલ ઉભા કરતા અમારે આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવે તેમ છે આથી સરકાર દ્વારા બજારભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તેમજ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.

આ અંગે ખેડૂત રઘુવીરભાઇ પટેલે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં ખેડૂતોને વળતરની વધુ રકમ ચૂકવવામાં આવી છે જેની સામે અમારી જમીન પણ ઉપજાઉ હોવા છતાં તંત્ર દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ઓછુ વળતર ચૂકવી અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે જો યોગ્ય વળતર નહીં મળે તો અમે કોઇ પણ સંજોગોમાં વીજકંપનીને વીજપોલ ઉભા કરવા નહીં દઇએ.

ચો.મી દીઠ રૂ.364નું વળતર આપી અમારું શોષણ કરાય છે
અમારા ખેતરોમાં જે વીજપોલ ઉભા કરવામાં આવે છે તેમાં સરકાર દ્વારા ચોરસમીટર દીઠ ફક્ત 352 થી 364 રૂપિયા જેવું મામુલી વળતર આપીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે જંત્રી પ્રમાણે રૂપિયા 3500 થી વધુ ચોરસ મીટરના ‌ભાવ છે. હળવદ પંથકમાં એક વીઘા જમીનના ભાવ રૂપિયા 60 લાખ જેટલા છે ત્યારે અમારી કિંમતી જમીન પ્રમાણે અમને યોગ્ય વળતર મળે તેવી માંગ છે. > ભરતભાઇ કણઝરીયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો