વિરોધ:વીજલાઇન વળતર મામલે હળવદના 15 ગામના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રામધૂન બોલાવી

હળવદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ મામલતદાર કચેરી સામે ધરણાં, વળતર ન મળે તો આગામી પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

કચ્છના લાકડીયાથી વડોદરા જતી વીજલાઈનનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના ખેડૂતોએ અવાર-નવાર વળતર મામલે સરકારમાં રજૂઆત કરી છે પરંતુ કોઈપણ જાતનું પરિણામને મળતા 15 ગામના ખેડૂતોએ બુધવારે મામલતદાર કચેરી ખાતે ધરણાં કરીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન રામધુન કરી હતી અને હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

હળવદ તાલુકામાંથી કચ્છના લાકડીયા થી વડોદરા જતી વીજલાઇનનું કામ હળવદ તાલુકામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે અવારનવાર ખેડૂતો વળતર મામલે રાજ્યના મુખ્યમંત્રી તેમજ અન્ય સરકારના વિભાગમા રજૂઆત કરી છે તેમ છતાં સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર ન આપતા હળવદ તાલુકાના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો

ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ હળવદ તાલુકાના 15 ગામના ખેડૂતો રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર અને માનસર સહિતના ગામના ખેડૂતોઓ દ્વારા હળવદ મામલતદાર કચેરી એકઠા થઈને અર્ધલગ્નમાં હાલતમાં વિજકંપનીનો વિરોધ કરી અને વીજલાઈનની કંપની દ્વારા પૂરતા પ્રમાણમાં વળતર આપવાની માંગ કરી હતી તેમજ રામધુને કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય અને વિજકંપની દ્વારા પૂરતા પ્રમાણમાં વળતરના આપવામાં ‌નહી આવે તો આવનાર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ સરકારને ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...