તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રિંક એન્ડ ડ્રાઇવ:હળવદ હાઇવે પર દારૂ પીને ડમ્પરચાલકે 3 વાહનને હડફેટે લીધાં, 2ને ઇજા

હળવદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી નાસી છૂટેલા ચાલકને પોલીસે ચરાડવાથી ઝડપી પાડ્યો

હળવદ હાઈવે રોડ પરથી દારૂ પીને ડમ્પર લઈને ચાલક પસાર થતો હતો. દરમિયાન તેણે કેદારિયા, રણજીતગઢ અને હળવદ મોરબી ચોકડી પાસે 3 વાહનચાલકને હડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત કરનાર ડમ્પરચાલક ભાગી ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા ચરાડવા ગામે નાકાબંધી કરી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો.

હળવદ-ધ્રાંગધ્રા-માળિયા હાઈવે પર વાહનચાલકો રાત્રિના સમયે દારૂનું સેવન કરીને વાહનો ચલાવતા હોવાથી ભૂતકાળમાં અનેકવાર અકસ્માતના બનાવો બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ મંગળવારે બપોરે બન્યો હતો. જેમાં હળવદ તાલુકાના દેવળિયા ગામના હાઈવે રોડ પરથી ‌ડમ્પરચાલક દારૂનું સેવન કરીને નશાની હાલતમાં ડમ્પર લઈને પૂરઝડપે પસાર થયો હતો. દરમિયાન દેવળિયા નજીક એક કારચાલકને, રણજીતગઢ નજીક છોટા હાથી તેમજ મોરબી હાઈવે ચોકડી પાસે કાર સહિત 3 જુદા જુદા વાહનોને હડફેટે લીધા હતા.

ડમ્પરચાલક
ડમ્પરચાલક

આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના કમલા બાલુભા રાણા, ધ્રાંગધ્રાના ઈકબાલભાઈ મોવર, ફિરોજભાઈ સહિતના 3ને ઈજા પહોંચી હતી પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જ્યારે ડમ્પરચાલક ભાગી ગયાો હતો. હળવદ પોલીસને બનાવી જાણ થતા હળવદ પી.સી.આરના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ચાવડા તેમજ ડ્રાઈવર વિજયભાઈ ટ્રાફિક શાખાના ટી.આર.બી કમલેશભાઈ બારોટ, બીટજમાદાર કિશોરભાઈ પારધી. બિપિન઼ભાઈ પરમાર સહિતના કર્મીઓ ઘટનાસ્થળે દોડી ગફા હતા. જ્યારે ડમ્પરચાલક મનોજસિહ રંગ બહાદુર સિંહને ચરાડવા ગામેએ નાકાબંધી કરીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...