હળવદ માળીયા હાઈવે પર રણજીતગઢ ગામના પાટીયા પાસે મોરબી તરફથી આવતો અને મોરબીથી હળવદ તરફ જતી કાર રણજીગઢના પાટીયા પાસે પહોંચતા કોઈ કારણોસર પલટી મારી ગઇ હતી જેના લીધે ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઇકો કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
આ બનાવની મળતી માહિતી અનુસાર હળવદ ધાંગધ્રા કચ્છ માળીયા અવારનવાર વાહનચાલકોને નવા નવા અકસ્માત નડવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ રવિવારે રાત્રે હળવદ માળીયા હાઈવે ઉપર રણજીતગઢના પાટીયા પાસે બન્યો હતો .
મોરબી તરફથી હળવદ તરફ જઇ રહેલા નિરંજન ભાઈ કુંડારીયા નામનો યુવાન હળવદના રણજીતગઢગઢ ગામ પાસે પહોંત્યો ત્યારે કોઈ કારણોસર ઇકો કાર એકાએક પલટી મારી ગઇ હતી જેના લીધે આ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.