આવેદન:હળવદમાં બંધ પડેલા CCTV કેમેરા અને સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માગ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં, ફ્રેન્ડસ યુવા સેવા ગૃપે પાલિકામાં આવેદન પાઠવી માંગ કરી

હળવદ શહેરમાં ચોરીના બનાવ દિવસે દિવસે વધતા જાય છે. શહેરમાં ઘણા વર્ષોથી સબ ટીવી કેમેરા બંધ હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળે છે.જ્યારે નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે.આ અંગે હળવદ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નગરપાલિકામાં આવેદન પત્ર આપીને સત્વરે સ્ટ્રીટ લાઈટો અને સીસીટીવી કેમેરા ચાલુ કરવાની માંગ કરી હતી.

હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા નવ દિવસથી ચોરીની ઘટનાઓએ વેગ પકડ્યો છે. આવી ઘટના બનતી અટકાવવા માટે હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થામાં અગ્રેસર એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા પાલિકામાં આવેદન પાઠવી રજૂઆત કરાઇ હતી.જેમાં હળવદના સમગ્ર વિસ્તાર પર સીસીટીવી કેમેરા નાખી તેનું મોનિટરિંગ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે તેમજ જાહેર રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો જે બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટલાઇટો તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...