વેપારીઓમાં રોષ:ધમકી આપનાર સામે પગલાંની માગ સાથે આજથી યાર્ડ બંધ રાખવા નિર્ણય

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યાર્ડના વેપારીને 90 લાખની ખંડણી મુદ્દે વેપારીઓમાં રોષ. - Divya Bhaskar
યાર્ડના વેપારીને 90 લાખની ખંડણી મુદ્દે વેપારીઓમાં રોષ.
  • હળવદના વેપારીને 90 લાખની ખંડણીની ફરિયાદ મુદ્દે ધમકી અપાઈ

હળવદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ વેપારી હળવદ તાલુકાના કોંઢ ગામના શખસે મારી નાખવાની ધમકી અને અગાઉ 90 લાખની મામલે બોલાચાલી બાબતે મનદુ:ખ ચાલતું હતું. ત્યારે ફરી વખત મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કોંઢ ગામના શખસની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. પરિણામે વ્યાપારીઓ લાલઘૂમ થયા હતા. અને હળવદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટના તમામ વેપારીઓ પોલીસ સ્ટેશને આવીને આવેદનપત્ર આપીને આરોપી સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો શુક્રવારે હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાયંસગપુર ગામના વતની અને હળવદના ગીરનારી નગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડના ભક્તિ નંદનના માલિક જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ અગાઉ ધ્રાગધ્રા તાલુકાના કોંઢ ગામના જયપાલસિંહ નિર્મળસિહ ઝાલા 90 લાખની ખંડણી બાબતે બોલાચાલી થતાં અગાઉ પણ પોલીસ ફરિયાદ કરેલી હતી. ત્યારે તેનું મનદુખ રાખીને બે દિવસ પહેલા જયપાલસિંહ ઝાલાએ જનકભાઈ ચૌહાણને જાનથી મારી નાંખવાની ફોન પર ધમકી આપી હતી.

આ મામલે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ એક બેઠકનું આયોજન કરી બેઠકમાં પોલીસને આવેદનપત્ર આપવાનો નિર્ણય લીધો હતો. માકૅટીગ યાર્ડના વેપારીઓ પોલીસને આવેદનપત્ર આપવા ધસી આવ્યા હતા. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કમિશન એજન્ટ વેપારીઓએ હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં અમોએ સોશિયલ મીડિયા અને ફોનથી ખેડૂત મિત્રોને જાણ કરી છે તમારે જણસી લઈને આવવું હોય તો વેપારીઓની સાથે વાત કરીને જસણી લઈને આવું.

અન્ય સમાચારો પણ છે...