ફરિયાદ:ચાડધ્રા ગામમાં જમીન પર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

હળવદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદના રાણેકપર ગામે રહેતા યુવાને બે સામે ફરિયાદ નોંધાવી હતી
  • આ જમીન પર વર્ષ 2012થી આરોપીઓએ કબજો જમાવ્યો હતો

હળવદના રાણેકપર રોડ આવેલા રામવીલા બંગ્લોજ-૨માં રહેતા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને બે શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યુ છે કે, તેની માલીકીની ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન ઉપર આરોપીઓએ વર્ષ ૨૦૧૨ થી કબ્જો કરી લીધો છે અને જમીન પચાવી પાડી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામના રહેવાસી અને હાલ ૧૦૮ રામવીલા બંગ્લોજ-૨ રાણેકપર રોડ વિસ્તાર હળવદ ખાતે રહેતા ભગીરથદાન પરબતસંગ ટાપરીયા જાતે ગઢવી (ઉ.વ.૩૩)એ જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવી (રહે. બંને ચાડધ્રા વાળા)ની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગતની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૨થી આજદિન સુધી આરોપીઓએ ફરીયાદીની માલિકીની હળવદ તાલુકાના ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન હે.આર.ચો.મી. ૦-૫૪-૬૩ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને રાખ્યો છે અને આ જમીન પર આજ દિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે. જેથી પોલીસ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...