ધ્રાંગધ્રા કેનાલમાં ખેડૂતનો આપઘાત:આત્મહત્યા બનાવમાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદના નવા વેગડવાવના ખેડૂતે જીઆઇડીસી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની અંદર ઝંપલાવીને ખેડૂતોએ ગઇકાલે આપઘાત કર્યો હતો. આ બનાવમા મૃતક ખેડૂતના દિકરાએ ત્રણ વ્યાજખોરોની સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમા ખેડૂતે ઝંપલાવીને આત્મહત્યા કરવાનો બનાવ બનતા ગામલોકો કેનાલ કાંઠે પહોંચ્યા હતા. લગભગ 10 કલાકોની મહેનત બાદ સ્થાનિક તરવૈયાઓએ લાશ શોધી કાઢી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી હતુ. આ બનાવમાં વ્યાજખોરોના માનસિક દબાણ અને તૈયાર થયેલો આશરે 300 મણ જેટલો કપાસ માત્ર 500 રૂપિયા જેવી મામુલી રકમમા ઉઠાવી જતાં ખેડૂતને લાગી આવ્યું હોય અને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે મૃતકના પરીવારજનોએ જણાવ્યું હતું.

પરંતુ વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ લેવાની આનાકાની બાદ આખરે લાશ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યા બાદ ધરણાં પર બેસી જતાં તંત્ર દોડતુ થયુ હતુ.આ અંગે મળતી માહિતી મુંજબ ખેડૂતના પુત્ર પ્રકાશભાઈ મનજીભાઈ સોનગરાએ પોલીસ સ્ટેશનખાતે જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી, રાયમલભાઈ ભગવાનજીભાઈ અને નારાયણભાઈ કુબેરભાઈ દલવાડી સામે પોતાના પિતાને મારવા માટે મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવતાપોલીસે તેમને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...