તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લસણની ખરીદીનો પ્રારંભ:હળવદ માર્કેટિંગ યાર્ડમાં લસણની ખરીદીનો પ્રારંભ, પ્રથમ દિને જ 5000 મણની આવક

હળવદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હળવદ પંથકમાં લસણનું વાવેતર વધ્યું, શાસ્ત્રોક્ત વિધિ બાદ હરાજી શરૂ કરાઈ 700થી 900 સુધી ભાવ બોલાતાં 60 ખેડૂતોએ વેચાણ કર્યું

હળવદના ખેડુતોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ વધેરી લસણની ખરીદીનો પ્રારંભ કર્યો હતો. જેમાં હરરાજીમાં 700થી 900 સુધી ભાવ બોલાતા પ્રથમ દિવસે 60 ખેડૂતોએ લસણ વેચાણ કરતા5000 હજાર મણ લસણની આવક નોંધાઇ હતી. આ પ્રસંગે ચેરમેન, વાઇસચેરમેન, સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.

હળવદના ખેડુતોને જામનગર અને રાજકોટ સુધી લસણ વેચાણ અર્થે જવુ પડતું હોવાથી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડુતોના હિતમાં નિર્ણય લઈ સમય અને વધારાનો ખર્ચ બચે તેવા હેતુથી લસણની હરરાજી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આથી સોમવારના રોજ બ્રાહ્મણ દ્વારા શાશ્ત્રોક્ત વીધી મુજબ શ્રીફળ વધેરી શુભારંભ કરી ખેડૂતોના મોં મીઠા કર્યાયા બાદ હરરાજી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં રૂ.700થી 900 ભાવ બોલાતા 60જેટલા ખેડૂતોએ લસણ વેચાણ કરતા 5000મણ લસણની આવક નોંધાઇ હતી.

આ અંગે માર્કેટીગ યાર્ડ ચેરમેને જણાવ્યુ કે હળવદ માર્કેટિંગ યાર્ડ હંમેશા ખેડૂતો લક્ષી જ કામગીરી કરે છે. હળવદ તાલુકાના ખેડૂતોઓ લસણ વેચવા ગોંડલ, જામનગર નહીં જવુ પડે આથી‌સમય અને વાહન ખર્ચ બચશે. આગામી દિવસોમાં વધારે સારી સુવિધાઓ મળે તે માટે37વીઘા જમીન સરકાર પાસે માંગણી કરી છે. તેમાં એક સેડ અને ગોડાઉન બનાવી વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ અંગે માર્કેટીંગયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલેજણાવ્યું કે હળવદ પંથકમાં લસણનુ વાવેતર વધતા હવે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ અને બજારભાવ મળે તે માટે લસણની ખરીદી હળવદ માર્કેટિંગ યાર્ડમાથી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે વાઇસચેરમેન વિઠ્ઠલભાઇ દલવાડી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો