દુર્ઘટના ટળી:હળવદ GIDCમાં બંધ કારખાનાની દીવાલ, સ્લેબ ધરાશાઇ : જાનહાની ટળી

હળવદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ જીઆઇડીસીમાં બંધ કારખાનાની દીવાલ, સ્લેબ ધરાશાઇ થયો હતો. - Divya Bhaskar
હળવદ જીઆઇડીસીમાં બંધ કારખાનાની દીવાલ, સ્લેબ ધરાશાઇ થયો હતો.
  • મીઠાનું કારખાનું 8 વર્ષથી બંધ હોવાથી દુર્ઘટના ટળી

હળવદમાં શુક્રવારે સાંજે જીઆઇડીસી મીઠાના બંધ કારખાનામાં એકાએક દીવાલ અને સ્લેબ ધરાશાયી થતા આજુબાજુના લોકોમાં અને કારખાનાના માલિકોમાં દોડધામ મચી હતી. પરંતુ સદનસીબે મીઠાનું કારખાનું બંધ હોવાથી કોઈ જાનહાનિ થઇ ન હતી. આજુબાજુના લોકો અને તંત્રએ રાતનો શ્વાસ લીધો હતો.

હળવદ જીઆઇડીસીમાં થોડા સમય પહેલા જ મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતા 8 લોકોના મોત થયા તેની હજી શાહી સુકાઈ નથી. ત્યારે શુક્રવારે સાંજે જીઆઇડીસીના પ્રેમ શૉટ ઇન્ડસ્ટ્રિઝ નામના મીઠાના કારખાનામાં એકાએક કારખાનાની દીવાલ, સ્લેબ ધરાશાયી થઈ હતી.

બનાવની જાણ આજુબાજુના લોકોને દોડી આવ્યા હતા. પરંતુ આ મીઠાનું કારખાનું છેલ્લા આઠ વર્ષથી બંધ હોવાથી કોઈ અંદર કોઈ ન હોવાના કારણે મોટી ઘટના થતા અટકી હતી. ત્યારે તંત્ર દ્વારા આવા બંધ પડેલા જોખમી કારખાનાઓ કાર્યવાહી કરે તેવી આજુબાજુના કારખાના માલિકોમાં માગ ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે...