તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીમાં આધુનિક પ્રયોગ:કાઠિયાવાડના ચાર ખેડૂતોની કાજુની ખેતી, જુદા જુદા બગીચાઓમાં 15 વીઘામાં કાજુનું વાવેતર કરાયું

હળવદ3 મહિનો પહેલાલેખક: રોહન રાંકજા
  • કૉપી લિંક
કાજુનો એક  રોપ 40થી 100 રૂપિયામાં મળતો હોય છે અને ત્રણથી ચાર વર્ષે એમાં ફળ લાગવાનું શરૂ થાય છે. - Divya Bhaskar
કાજુનો એક રોપ 40થી 100 રૂપિયામાં મળતો હોય છે અને ત્રણથી ચાર વર્ષે એમાં ફળ લાગવાનું શરૂ થાય છે.

હળવદના શિવપુર પંથકમાં કાજુની ખેતી સારા પ્રમાણમાં થાય છે. અહીં મોટે ભાગે બાગાયત ખેતી કરાય છે. દાડમ, જામફળ, લીંબુ, સીતાફળ ઉપરાંત કેરીનો પાક મબલક લેવાય છે. 8 વર્ષથી કાજુનો ભાગ પણ લેવાય છે. અહીં અંદાજે જુદા જુદા બગીચાઓમાં 15 વીઘામાં કાજુનું વાવેતર થયું છે.

અત્યારે 4 ખેડૂતો કાજુનો પાક લે છે, જેમાં અશોકભાઇ ચનિયારા પાસે 80 વીઘાનો બગીચો છે. એમાંથી અઢી વીઘામાં તેમણે કાજુનું વાવેતર કર્યું છે. ખેતીમાં આધુનિક પ્રયોગ કરવા તેમણે કાજુનો અખતરો કર્યો છે. આ વિસ્તારમાં સૌથી પહેલા હરખજીભાઇ નામના ખેડૂતે કાજુની ખેતીનો પ્રયોગ કર્યો હતો. એ બાદ અન્ય ખેડૂતોએ આ અનુકરણ કરવાનું શરૂ કર્યું હતું.

કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે.
કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે.

કાજુનો એક રોપ 40થી 100 રૂપિયામાં મળતો હોય છે અને ત્રણથી ચાર વર્ષે એમાં ફળ લાગવાનું શરૂ થાય છે. દર વર્ષે આ પાકમાં હવામાન અને વરસાદ મુજબ વધઘટ થાય છે. એક વીઘે 35થી 40 હજારની આવક થાય છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ફળ બેસવાનું શરૂ થાય છે અને મે-જૂન મહિનામાં ફળો પાકી જાય છે. તૈયાર પાકને અમદાવાદના વેપારીઓ બગીચાએથી જ લઈ જાય છે.

ગુજરાતમાં કાજુનું વાવેતર.
ગુજરાતમાં કાજુનું વાવેતર.

શું કહે છે તજજ્ઞ ?
કાજુની ખેતી વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે, પરંતુ 45 સેલ્સિયસથી વધુ તાપમાન કાજુને નુકસાન કરે છે તેમ જ ઢોળાવવાળી જમીન હોય કે જ્યાં પાણીનો ભરાવો ના થાય એ પ્રકારની જમીન વધુ માફક આવે છે. મેદાની પ્રદેશમાં આ પાક વધુ સફળ નથી થતો. એટલા માટે કર્ણાટક અને ગોવામાં કાજુની ખેતી વધુ પ્રમાણમાં થાય છે, જ્યારે સૌરાષ્ટ્રમાં થોડી મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...