કોંગ્રેસમાં ભડકો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાએ રાજીનામું આપ્યું

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદના પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલા - Divya Bhaskar
હળવદના પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલા
  • કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થાય તેવા પ્રયાસો કરીશું: જટુભા ઝાલા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જોકે રાજીનામું ધરી દેનાર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે હું બીજા કોઈ પક્ષમાં જોડાવાનો નથી પક્ષમાં છું અને પક્ષમાં જ રહેવાનો છું બધી જગ્યા ઉપર પહોંચી ન વળવાને કારણે રાજીનામું આપ્યું છે.આવનારા દિવસોમાં અમારા પક્ષ દ્વારા જે પણ નવા પ્રમુખ ની નિમણૂક કરે તેઓની સાથે રહી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થાય તેવા પ્રયાસો કરીશું.
જટુભા ઝાલા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે
હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જટુભા ઝાલા પાછલા થોડા મહિનાઓથી પ્રમુખપદની જવાબદારી નિભાવી રહ્યા હતા જટુભા ઝાલા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અથાગ પ્રયત્નો પણ કરતાં હતા જટુભા ઝાલા એક ગ્રાસરૂટ પરના નેતા છે. સાથેજ એક સ્વચ્છ છબી પણ ધરાવે છે એટલા માટે તેઓને હળવદ કોંગ્રેસના પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા હતા પરંતુ તેઓ દ્વારા એકાએક રાજીનામું ધરી દેતા તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઇ છે. સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે તેવા સમયે જટુભા ઝાલાએ રાજીનામું ધરી દેતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને કોંગ્રેસ પ્રમુખ પદે બેસાડશે
હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખએ રાજીનામું આપ્યું નથી પણ તેઓને રાજીનામું અપાવવામાં આવ્યું છે અગાઉ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનાર એ કહેવાતા નેતાને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે બેસવા હાલ એડી ચોટીનું જોર લગાવતા હોવાનું પણ ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ જણાવી રહ્યા છે. સાથે વધુમાં એમ પણ જણાવી રહ્યા છે કે હાલ જે વ્યક્તિને પ્રમુખ બનવું છે તેઓ ભૂતકાળમાં પક્ષ વિરૂધ્ધ અનેક પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે જેથી આ કહેવાતા નેતાને પ્રમુખ પદે બેસાડતા પહેલા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સો વાર વિચાર કરે તે જરૂરી છે.
તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હારવી છે કે જીતવી છે.
હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખના રાજીનામા પર કોંગ્રેસના કાર્યકર્તા એ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે જે પક્ષની વિચારધારા અને પક્ષને મજબૂત બનાવવા મહેનત કરે તેવા વ્યક્તિને પક્ષના પ્રમુખ પદેથી રાજીનામું અપાવી દેવામાં આવે છે. જ્યારે પોતાનું ધાર્યું ન થાય તેવા સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા અટકે નહીં તેવા વ્યક્તિને હવે પ્રમુખ બનાવવામાં આવશે.? એટલે અહીં સવાલ એ થાય છે કે કોંગ્રેસને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવી છે કે હારવી છે? બાકી અમે તો કાર્યકર્તા છીએ હંમેશા કોંગ્રેસ સાથે જ રહેવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...