તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હળવદ તાલુકાના માથક ગામના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી, અને અત્યાર સુધી પુત્રી એક કિડની ઉપર જીવન જીવતી હતી, પરંતુ એ એક કિડની પણ ખરાબ થઈ જતા જાનવી માટે જીવન જીવવુ મુશ્કેલ હતું. ત્યારે પુત્રીને આ દુનિયામાં લાવનાર માતાએ જ દિકરીની જિંદગી સંવારી.
ત્યારે પોતાની માતાએ દિકરીને જીવ બચાવવા માટે માતાએ કિડની દાન આપીને દિકરીને નવજીવન આપ્યું. હાલ બંને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે બંનેની તબિયત સારી છે તેમ દિકરીના પિતાએ જણાવ્યું હતું. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર સાનિધ્ય 2 માં રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી ત્યારે પોતાની લાડકવાયી દીકરીને દીકરાની જેમ સાચવતા હતા. ત્યારે હાલ ૧૯ વર્ષની જાનવી થતા ત્યારે બીજી કિડની ખરાબ થઈ જતા મદ્રેસાણીયા પરિવારનું આભ તૂટી પડયું હતું.
પરંતુ મક્કમ મનના આ પરિવારને કુદરતે સામે હસતા મોઢે કુદરતી ચેલેન્જને આવકારીને પોતાની લાડકવાયી દિકરી જાનવીને જિંદગી બચાવવા માટે પોતાની માતા કૈલાસબેને પોતાની કિડની દાન આપવા તૈયારી બતાવી હતી અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં માતાએ પોતાની પુત્રીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી અાપી હતી. હાલ માતા અને દિકરી બંનેની તબિયત સારી છે તેમ જાનવીના પિતા નવીનભાઇએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.