નિર્ણય:હળવદમાં બેનર લાગ્યા: રસ્તા, પાણી, સફાઇની સુવિધા નહીં તો મતદાન નહીં

હળવદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષથી લોકોની સમસ્યા ન ઉકેલાતાં મતદાનના બહિષ્કારનો નિર્ણય

હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-7 સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે ચુંટણીના બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં વિકાસ નહીં તો વોટ નહીં તેમજ રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર તેમજ સાફ સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. તો સાથે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ ચૂંટણી ટાણે જ પક્ષ પલ્ટો કરતા જ સમસ્યા કોને સંભળાવવી તેવી અવઢવ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.

મોરબી જિલ્લાના હળવદ શહેરના વોર્ડ નંબર-7 સુનિલ નગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ સ્થાનિક રહિશો પીવાના પાણી રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોની પીડાય રહ્યા છે. આ અંગે અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા રહીશો બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ માટે સુનિલનગરના ગેટ પાસે વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું બેનર લગાવવામાં આવ્યું છે. ત્યારે હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધા થી કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક રાજીકીય ગરમાવો વ્યાપી ગયો હતો

આ અંગે પ્રકાશભાઈ વાઘેલા પ્રવિણભાઈઅ જણાવ્યું હતું કે હળવદ નગરપાલિકા ભાજપ શાસિત છે અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસના પાલિકાના સદસ્ય ભાજપમાં ભળી જતા સ્થાનિક રહીશો પોતાની ફરિયાદ કોને સંભળાવે? અમો દર વર્ષે નગરપાલિકાને પાણી વેરો, ‌ નળવેરો નિયમિત ભરી છીએ તેમ છતાં અમારી સુનિલ સોસાયટીમાં વર્ષો થી અમો વિવિધ પ્રશ્નોની પીડાઇ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...