ક્રાઇમ:પ્રતાપગઢમાં ભાઇની પત્નીને તેડવા ગયેલા યુવક પર હુમલો

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાં પક્ષ સાથે બોલાચાલી બાદ ઝઘડો લોહિયાળ બન્યો

હળવદ તાલુકાના વેગડવાવ ગામનો યુવક પોતાના ભાઈની પત્નીને પ્રતાપ ગઢ ગામે તેડવા જતા તે દરમિયાનભાઈ ના સાસરીયા પક્ષના લોકો સાથે બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સાસરિયા પક્ષના બે શખ્સોએ વેગડવાવ ગામના યુવક માથામાં હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાની જાણ થતાં પ્રથમ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે તાલુકાના વેગડવાવ ગામના રમેશભાઈ કુકાભાઈ વાઘેલા તેના ભાઈની પત્નીને પ્રતાપ ગઢગામે તેડવા જતા તે બાબતે બોલાચાલી થતાં રમેશભાઇ વાઘેલાને પ્રતાપ ગઢ ગામના સાસરીયા પક્ષના બે શખ્સોએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરતાં ગંભીર ઇજા પામતા બનાવની જાણ હળવદ108ને થતાં પાઈલોટ વનરાજસિંહ રાઠોડ .ઈ.એમ‌.ટી. રમેશભા ધાંધળિ પ્રતાપગઢ ગામે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત રમેશભાઇ વાઘેલાને હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યારે ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ‌ અંગે હળવદ પોલીસ સ્ટેશનના ચરાડવા ઓ.પી ના બીટ જમાદાર અરવિંદભાઈ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી પ્રતાપ ગઢ ગામે મારામારીનો કોઈ બનાવ મારા ધ્યાન પર આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...