તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોયબા ગામની કેનાલ પાસે યુવાન પર 3 શખસોનો હુમલો

હળવદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઈજાગ્રસ્તને હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયો

હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાનને આજ જ વિસ્તારના 3 શખ્સો દ્વારા નજીવી બાબતમાં બોલાચાલી કરીને શક્તિનગર નર્મદા કેનાલ પાસે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં લોહી લુહાણ હાલતમાં યુવાનને હળવદની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયો હતો. બનાવની જાણ પોલીસ સરકારી હોસ્પિટલ દોડી આવી હતી. હળવદના ભવાનીનગરના મનસુખભાઈ લીલાભાઇ સાથે આજ વિસ્તારમાં રહેતા અજયભાઈ દેવશીભાઈ, સંજયભાઈ દેવશીભાઈ અને અક્ષયભાઈ સહિતના ત્રણ શખ્સોએ બોલાચાલી કરી હતી.

ત્યારબાદ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રણ શખ્સોએ મનસુખ પર છરી વડે માથાના ભાગે હુમલો કરતા મનસુખને હળવદ સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે કૌશલભાઇ પટેલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ ભવાનીનગર વિસ્તાર લોકો‌ને થતા સગાસબંધીઓ, મિત્રવર્તુળ સરકારી દવાખાને લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં બીટ જમાદાર ભરતભાઈ આલ, એએસઆઈ રાજદિપસિંહ ઝાલા ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...