મારામારી:જૂના ઇસનપુરમાં થયેલી મારામારીમાં ત્રણ મહિલા સહિત સાત સામે એટ્રોસિટી

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારીમાંથી બકાલું લેવા મુદ્દે બોલાચાલી બાદ થઇ હતી મારામારી
  • તમામ આરોપીને ઝડપી લેવા તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

હળવદના જુના ઇસનપુર ગામે શાકભાજી વાળાની લારીમાંથી શાક લેવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધ અને તેના દીકરાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ઇજાગ્રસ્તને હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં લઈને ગયા હતા અને હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જણાવ મળતી માહિતી મુજબ હળવદના જૂના ઈશનપુર ગામે રહેતા ગીરીશભાઈ નાગરભાઈ પરમાર (૪૧)એ મનસુખભાઈ જેરામભાઈ કોળી, વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈ છગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની, રાધાબેન મનસુખભાઇ કોળી અને મયુરીબેન મનસુખભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમને જણાવ્યુ છે કે, તે શાકભાજીની લારી પરથી શાકભાજી લેવા ગયા ત્યારે આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળીએ એવું કહ્યું હતું કે,

“શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની એમ કહીને જ્ઞાતિપ્રત્યે હડધૂત કરીને લોખંડનો પાઈપ લઈ આવી ફરિયાદીને ડાબા પગે ઢીંચણથી નીચે મારી ફેક્ચર કર્યું હતું અને વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરિયાદીને ડાબા હાથે કોણી તથા કાંડાની વચ્ચે માર માર્યો હતો અને જેરામભાઈ છગનભાઈ કોળીએ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરિયાદીના પિતા નાગરભાઈને ડાબા પગની પેની અને માથાના પાછળના ભાગે માર માર્યો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદી તેમજે તેના પિતાને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઈજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે એ ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...