હુમલો:ચાડધ્રાના આધેડે 50,000 પરત માગતાં શખ્સે છરીનો ઘા ઝીંકયો

હળવદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે હુમલો કરતાં આધેડ સારવારમાં

હળવદ તાલુકાના રાયસંગપૂર ગામે રહેતા શખ્સને ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીનાના રૂપિયા આપેલ હતા જે રૂપિયા પરત માંગતા ઉશ્કેરાય ગયેલા શખ્સે આધેડને ગાળો આપી હતી અને શેના પૈસા આપવાના તેવું કહીને તેની સાથે માથાકૂટ કર્યા બાદ ડાબા પગ પર છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવારમાં લઈ જાણવા આવ્યા હતા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરિસંગભાઈ ગઢવી (ઉંમર ૫૨)એ હાલમાં સંજયભાઈ કાંતિભાઈ કોળી રહે. રાયસંગપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓએ સંજયભાઈ કોળીને હાથ ઉછીના 50,000 રૂપિયા આપ્યા હતા જે પૈસા લેવા માટે તેઓ તેની વાડીએ ગયા હતા અને પૈસા પરત માગ્યા હતા જેથી સંજય ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગાળો આપીને સેના પૈસા આપવાના એવું કહીને બોલાચાલી કરી હતી

અને ત્યારબાદ પોતાની પાસે રહેલી છરી વડે દોલતભાઈ ગઢવી ઉપર હુમલો કર્યો હતો અને તેને ડાબા પગમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને ઇજા પામેલા દોલતભાઈને તેના દીકરાએ ત્યાંથી આવીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા અને ત્યારબાદ દોલતભાઈ ગઢવીએ સંજય ભાઈ કોળીની સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસેએ ગુનો નોંધી ની આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...