રજૂઆત:હળવદમાં આઉટસોર્સના આરોગ્ય કર્મીઓનું પગાર વધારા મુદ્દે આવેદન

હળવદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયમી કરવા અંગેની રજૂઆત પર પણ ધ્યાન આપવા માગણી

હળવદ તાલુકામાં આરોગ્યના વિભાગના આઉટ સોર્સના કર્મચારીઓને ઘણા સમયથી પગાર વધારવા મામલે તેમજ કાયમી કરવા બાબતે સરકારમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ પરિણામ નહીં મળતા હળવદ તાલુકાના ૩૬ જેટલા આઉટ સોર્સના આરોગ્યના કર્મચારીઓએ હળવદ બ્લોક હેલ્થ ને આવેદનપત્ર આપ્યું હતું અને કાયમી કરવા, તેમજ પગાર વધારવા મામલે રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આરોગ્ય વિભાગમાં સીએચસી, પી.એચ.સી માં આઉટસોર્સના આરોગ્ય કર્મચારીઓને ઘણા સમયથી પગાર વધારવા મામલે તેમજ કાયમી માટે સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં કોઈપણ જાતનું પરિણામ નહીં મળતાં હળવદ તાલુકાના ૩૬ જેટલા આરોગ્ય કર્મચારીઓ તેમજ હાઉસસોર્સના કર્મચારીઓ હળવદ બ્લોક હેલ્થ અધિકારી ડો. ભાવિનભાઈ ભટ્ટીએને આવેદનપત્રપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હાલની કાળઝાળ મોંઘવારીમાં અમોને 8844 થી 12750 કેટલો પગાર આપવામાં આવે છે કે સરકાર અમારું શોષણ કરી રહી હોય તેમ સ્પષ્ટ જણાય છે. સરકાર દ્વારા ૧૭,૫૦૦ જેટલો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી, તેમજ અમોને કાયમી કરવામાં આવે તેવી માગણી દોહરાવવામાં આવી હતી. અા અંગે હળવદ તાલુકા આઉટસોર્સ આરોગ્ય કર્મચારી અને ઉપપ્રમુખ વિજય ભાઈ સોલંકી જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા તેમના કર્મચારીઓને કાયમી કરે અને પગાર વધારે તેવી તાલુકાના આઉટસોર્સના કર્મચારીઓની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...