ઉગ્ર આંદોલનની ચીમકી:હળવદ તાલુકાના 71 ગામના સરપંચનું તાલુકા વિકાસ અધિકારીને આવેદન

હળવદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
15માં નાણા પંચની  વહીવટી મંજૂરી સમયસર ન ‌મળતા હળવદ તાલુકાના 71 ગામના સરપંચોએ આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
15માં નાણા પંચની  વહીવટી મંજૂરી સમયસર ન ‌મળતા હળવદ તાલુકાના 71 ગામના સરપંચોએ આવેદનપત્ર આપ્યું.
  • 15મા નાણા પંચની વહીવટી મંજૂરી સમયસર ન ‌મળતા
  • આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો સરપંચોની ઉગ્ર આંદોલનની ચીમકી

હળવદ તાલુકાના 71 ગામોના સરપંચ દ્વારા વિકાસ કામોમાં વિલંબ થતો હોવાનું જણાવીને આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા દોડી આવ્યા હતાં. રજૂઆતમાં સરપંચોએ જણાવ્યું છે કે 15માં નાણાપંચની વહીવટી મંજૂરી સમયસર ન મળતા હળવદ તાલુકાના તમામ ગામોમાં વિકાસ કામોમાં રૂકાવટ થતો હોય જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો સરપંચોએ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

હળવદ તાલુકાના 71 ગામના સરપંચો ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી વહીવટી મંજૂરી બાબતે મુશ્કેલીમાં મુકાયા છે. ગામના વિકાસના કામો ન થતા ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે અનેકવાર સરપંચ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ નહીં મળતા હળવદ તાલુકાના 71 ગામના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યા પ્રમાણે હળવદ તાલુકાના જે તે ગામોના સરકાર તરફથી જ ભૂકંપ વખતે અને ડેમો અંત જે તે ગામના અલગ ફેરવણી અને સરકાર તરફથી મળેલા પ્લોટ આપેલા અને મકાન પણ બનાવી દીધેલા છતાં પ્લોટોની હજુ સુધી સનત અપાઈ નથી. સરપંચો અવારનવાર રજૂઆત કરતા હોવા છતાં કાર્યવાહી નહીં થતા આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો.

હળવદ તાલુકામાં વિકાસના કામો સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. પ્રશ્નોનો ઉકેલાય નહીં આવે તો સરપંચોઓ દ્વારા ઉગ્ર આંદોલનની કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...