વિરોધ:હળવદના સરા રોડ પર આવેલા તળાવમાં દબાણ-બુરાણ મુદ્દે રોષ

હળવદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણ અને બુરાણ બાબતે ફરિવાર આવેદનપત્ર આપી હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી ઉચ્ચારી

હળવદના સરા રોડ પર આવેલા તળાવમાં ઘણા સમયથી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ખોદકામ કરીને તળાવનું બુરાણ કામ કરે છે. તેમજ અમુક લોકોએ બે સાઈડ દબાણ કર્યું છે. આ મામલે અગાઉ પણ અહીંના રહેવાસીઓને નગરપાલિકાને રજૂઆત કરી હતી. ત્યારે ફરી વખત સોમવારે પાલિકા કચેરીએ આવેદનપત્ર આપવા ધસી આવ્યા હતા.

યોગ્ય નિર્ણય ન આવે તો આગામી સમયમાં હાઈકોર્ટે દ્વાર ખખડાવવાની ચીમકી આપી હતી. સરકાર દ્વારા મુંગા પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે તળાવો ઉંડા ઉતારવાના તળાવનું સમારકામ કરવાની કામગીરી કરે છે. ત્યારે હળવદના સરા રોડ ઉપર આવેલી રાજાશાહી વખતનુ ગંગા તળાવમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સી.સી.રોડ ખોદકામ કરીને ઘુળ માટીના તળાવનું બુરાણ કરી રહ્યા છે.

તેમજ આજુબાજુના રહીશો પણ વેપારીઓ પણ કચરો નાખે છે. તેમજ તળાવ ફરતે અમુક લોકોએ દબાણ કર્યું છે. ત્યારે આ બાબતેના રહેવાસી જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ અગાઉ પણ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી.

ત્યારે ફરી વખત તા. 10 જાન્યુઆરીએ અહીંના રહેવાસીઓ તેમજ જીતેન્દ્રભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ પાલિકાના આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે નગરપાલિકાને 2 વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. તેમજ આગામી સમયમાં જ કાર્ય નહીં કરાય તો કોર્ટના હાઇકોર્ટમાં પીએલ દાખલ કરવાની પણ પાલિકા તંત્રની ચીમકી આપતાં દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...