તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધનાળા પાસે એમ્બ્યૂલન્સ પલટી : 3 મોત, 3 ઘાયલ

હળવદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
હળવદના ધનાળા ગામના પાટીયા પાસે એમ્બ્યૂલન્સ પલટી ખાઇ જતાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. - Divya Bhaskar
હળવદના ધનાળા ગામના પાટીયા પાસે એમ્બ્યૂલન્સ પલટી ખાઇ જતાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા.
 • દાઝી જવાથી અમદાવાદમાં સારવાર લઇ રહેલા પુત્રને વતન માંડવી લઇ જતાં પરિવારને શુક્રવારે મોડી રાત્રે અકસ્માત નડ્યો
 • કાર ડિવાઇડરે અથડાતા પિતા, દાદા અને મામાનું મોત

હળવદ માળીયા કચ્છ હાઇવે ફરી એકવાર રક્તરંજીત બન્યો હતો. કચ્છનો પરિવાર અમદાવાદ હોસ્પિટલમાંથી દિકરાની સારવાર કરી કચ્છ પરત જઇ રહ્યો હતો ત્યારે હળવદના ધનાળા પાસે એમ્બ્યુલન્સના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઇડર સાથે અથડાઇને પલટી ખાઇ જતાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે ચાલક અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં હળવદ પોલીસ ટીમે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.કચ્છના િલ્લાના માંડવી તાલુકાના નાની ઉનબોઠ ગામના ગઢવી પરિવારના 14 વર્ષીય શ્યામ વાલજીભાઇ ગઢવી અકસ્માતે દાઝી જતાં તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાંથી શુકવારે મોડી સાંજે શ્યામના પિતા, દાદા અને મામા સહીતના પરિવારજનો અમદાવાદથી એમ્બ્યુલન્સમાં કચ્છ તરફ આવવા રવાના થયા હતા.

તે દરમિયાન અંદાજે રાત્રે એક વાગ્યાના અરસામાં હળવદના ધનાળા પાટીયા પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડની સાઇડમાં આવેલા ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી મારી ગઇ હતી અને છેક રોંગ સાઇડમાં ઘુસી ગઇ હતી. એમ્બ્યુલન્સ પલટી મારી જતાં કારમાં સવાર શ્યામના પિતા વાલજીભાઇ કાનીયાભાઇ ગઢવી, દાદા કાનીયાભાઇ પબુભાઇ ગઢવી અને મામા વસંતભાઇ હરીભાઇ ગઢવીને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

મૃતકોની તસ્વીર
મૃતકોની તસ્વીર

જ્યારે કારના ચાલક પીન્ટુભાઇ કાનજીભાઇ હળવદીયા, રામભાઇ નારણભાઈ ગઢવી અને શ્યામ ગઢવીને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગની જાણ થતાં પીએસઆઇ રાધિકાબેન રામાનુજ, શક્તિસિંહ ઝાલા, ગીરીશદાન ગઢવી, પ્રફુલભાઈ સહિતની પોલીસટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતકોની લાશને પીએમ માટે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ રાધિકાબેન રામાનુજ ચલાવી રહ્યાં છે.

એમ્બ્યુલન્સ ચાલક, દર્દી સહિત અન્ય એક ઇજાગ્રસ્ત
ધોરણ 9 માં ભણતો શ્યામ વાડીએ કરંટથી દાઝ્યો તો
માંડવી તાલુકાના નાની ઉનબોઠ ગામે રહેતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો શ્યામ 28 નવેમ્બરના રોજ પોતાની વાડીએ ગયો હતો. જ્યાં વાડી ઉપરથી પસાર થતા પવનચક્કીના ખુલ્લા વાયરમાંથી વીજકરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો. અકસ્માતમાં તો તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ દુર્ઘટનામાં તેણે પરિવારના ત્રણ સભ્યો ગુમાવી દીધા છે.

વતનમાં હેરાનગતિ નહીં થાય તે વિચારી નીકળ્યા તા
ગંભીર રીતે દાઝેલા શ્યામને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામા આવ્યો હતો. અજાણ્યા શહેરમાં પરિવારજનોને હેરાનગતી ન થાય અને પોતાના વતન કચ્છમાં શ્યામને યોગ્ય સારવાર મળી રહે તેવા વિચારથી પરિવારજનોએ અમદાવાદના બદલે માંડવી જવા નિકળ્યા હતા પરંતુ આ નિર્ણયે એક સાથે ત્રણ વ્યક્તિઓનો જાન ઝુંટવી લેતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

એમ્બ્યૂલન્સના ચાલકને ઝોકું આવી ગયાની આશંકા
કચ્છનો પરિવાર શુક્રવારે મોડી સાંજે અમદાવાદથી કચ્છ તરફ જવા રવાના થયો હતો અને અંદાજે રાત્રે એક વાગ્યાની આસપાસ હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોંચતા કાર ડિવાઇડ સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી જેથી એમ્બ્યુલન્સના ચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ મામલે પોલીસની તપાસ બાદ વધુ અકસ્માતનું સાચુ કારણ બહાર આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો