આક્રોશ:અગરિયાઓ દ્વારા રણ સરોવર પ્રોજેક્ટના વિરોધમાં રજૂઆતઃ 10 હજાર લોકોની રોજીરોટી છીનવાશે

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદન આપી ચીમકી ઉચ્ચારી

હળવદ તાલુકાના કચ્છના નાના રણમાં હળવદ સહિતના‌‌ આજુબાજુના 10 હજાર જેટલા અગરિયાઓ મીઠુ પકવીને ‌ગુજરાન ચલાવે છે ત્યારે સરકાર દ્વારા રણમાં નળ સરોવરનો પ્રોજેક્ટ શરૂ કરવાના મામલે ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ અંગે સોમવારે મામલતદારને આવેદનપત્ર આપી પ્રોજેક્ટ‌નો સખત શબ્દોમાં વિરોધ કરાયો હતો. આ અંગે ‌અગરિયા રક્ષક સમિતિના પ્રમુખ ‌ગોગજીભાઈ ઠાકોર, પપ્પુભાઈ ઠાકોર, જટુભા ઝાલા, રમેશભાઈ ઠાકોર, ભરતભાઈ ગણેશીયા, ચતુરજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમો વર્ષોથી મીઠું પકવી ગુજરાન ચલાવીએ છીએ. ત્યારે સરકાર દ્વારા રણ સરોવરનો પ્રોજેક્ટ કરતા અમારી રોજીરોટી છીનવાઈ જશે જેથી અમે આ પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરીશું. 

અન્ય સમાચારો પણ છે...