રિમાન્ડ મંજૂર:હળવદમાં લોન કૌભાંડનો આરોપી બે દી’ના રિમાન્ડ પર, કર્મી સહિત સાતે 91 લાખની લોન લીધી હતી

હળવદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદની એસ.બી આઈ બેંકમા 91 લાખના હોમલોનની સબસિડી મામલે બેંક કર્મચારી સહિત સાત શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે બેંક કર્મચારીને ઝડપીને કાર્યવાહી કરી હતી, ત્યારે હળવદ પોલીસે કર્મચારીને કોર્ટમાં રજૂ કરતા પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા અને પોલીસે અન્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

હળવદની ભારતીય સ્ટેટ બેન્ક બ્રાન્ચમાં 91 લાખની હોમલોન મામલે મકાન બનાવ્યા વગર 91 લાખની લોન લઈને સરકારી સબસીડી મેળવીને બેન્કના કર્મચારી સહિત સાત શખ્સ જેમાં હળવદના જગદીશભાઈ મનસુખ ભાઈ ઠક્કર. શિલ્પા બેન, દિપેનભાઈ ઠક્કર, દિપેનભાઈ જગદીશભાઈ ઠક્કર, હરીભાઈ રમેશભાઈ કારીયા, હર્ષદભાઈ રમેશભાઈ કારીયા, રાજેશભાઈ કાંતિલાલ કોટેચા તેમજ બેન્કના ઓફિસર લોન વિભાગના મુકેશભાઈ કડિયા સહિતના એ સાથે મળીને 83.95000ની હોમ લોન મેળવી હતી. બેંક મેનેજરે જીતેન્દ્રકુમાર સિંહ પર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા હળવદ પોલીસ સ્ટેશનના પી. આઈ. માથુકીયાએ ગણતરીની કલાકોમાં બેંકના કર્મચારી હિતેશભાઈ કડિયાને દબોચી લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અન્ય આરોપીને પકડવા માટેએ પોલીસેએ જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...