તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:AAPના કાર્યકર્તાઓ-શાળા સંચાલકો વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો

હળવદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદની ખાનગી શાળાના સંચાલકોઓ વિવાદ‌માં આવ્યા
  • વિદ્યાથીઓ પર જોહુકમ ચલાવી ફી વગરના વિદ્યાર્થીઓ અલગ રૂમમાં બેસાડતા આમ આદમીના કાર્યકરો દોડી ગયા ત્યારબાદ બોલાચાલી થઈ હતી

હળવદ પંથકમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા મનમાની ચલાવી રહ્યા હોવાની બુમરાણો ઉઠી છે. ત્યારે હળવદની ખાનગી શાળાના સંચાલક દ્વારા 70 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડતા આમ આદમીના કાર્યકર્તાઓ દોડી ગયા હતા. અને શાળા સંચાલકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વચ્ચે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ચકચાર ફેલાઇ હતી.

કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા 6 થી 8 ધોરણ શરૂ કરી દીધા છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકો માનવતા નેવે મૂકી દીધી હોવાની બૂમરાણો ઉઠી છે. પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓને અને વાલીઓને હેરાન પરેશાન કરતા હોય છે તેવો કિસ્સો હળવદમા ‌પ્રકાશમા આવ્યો હતો. હળવદની વિવેકાનંદ સ્કૂલના દ્વારા 70 જેટલા વિદ્યાર્થીઓ ફી નહીં ‌ભરતા તે મામલે અલગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને બેસાડી રાખ્યા ‌હોવાનૉ બહાર આવ્યું હતું.

ત્યારે ઘટનાની જાણ હળવદ આમ આદમી પાર્ટીને થતા કાર્યકર્તાઓ હળવદની વિવેકાનંદ સ્કૂલના સંચાલકો પાસે દોડી ગયા હતા. ત્યારે સ્કૂલના સંચાલકો અને આમ આદમીના કાર્યકરો વચ્ચે થોડી બોલાચાલી થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા હળવદ પંથકના વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

અન્ય સમાચારો પણ છે...