તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂનો વેપલો:ચરાડવામાં દેશી દારૂનો વેપલો કરતા શખસનો વીડિયો ફરતો થયો

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના સુંદરગઢ ગામનો શખ્સ ચરાડવામા ભર બજારમાં દેશી દારૂનો વેપલો કરતો હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં ફરતો થયો હતો. જે પોલીસ હરકતમાં આવી હતી અને 10 લીટર દેશીદારૂ અને બાઇક સાથે શખ્સની ધરપકડ કરી હતી.

હળવદમાં બેફામ દારુનો વેપલો થતો હોવાની અવારનવાર ફરીયાદ ગામલોકો તંત્ર દ્વારા કરતાં હોય છે અને તંત્રની આંખ ઉઘાડવા માટે સોશિયલ મિડીયામાં વાયરલ કરી રોષ ઠાલવતા હોય છે. ત્યારેહળવદ તાલુકાના સુંદરગઢ ગામનો રમેશ ગોરધનભાઈ ખાંભડીયા નામનો શખ્સ ચરાડવા શાક માર્કેટ સામે ભર બજારમાં દેશી દારૂનો વેપલો કરી રહ્યો હતો. તે દરમિયાન ગામલોકોએ દેશીદારૂના વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો કરી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા. આ વિડીયો ફરતો થયા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા અવારનવાર દેશીદારૂના હપ્તા મેળવી દેશીદારુના વેપલા કરવાનો પરવાનો આપી દેતા હોવની બુમરાડો ઉઠી છે. જેના લીધે દારૂના વેચાણ કરતાં શખ્સો બેફામ બન્યા છે. ત્યારે હળવદના ચરાડવામા ભર બજારમાં દેશીદારૂના વેપલો કરતાં શખ્સને વિડયોના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 10 લીટર દારૂ કિંમત 200 અને બાઇક કિમત 10 હજારના મુદ્દા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...