હળવદ હાઈવે ઉપર અકસ્માતોનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે અને હળવદ હાઈવે રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં કેમિકલ્સની રોડ પર રેલમછેલ સર્જાઈ હતી અને આસપાસ ચોમેર દુર્ગંધ પ્રસરી જતાં લોકો પરેશાન થઇ ઉઠ્યા હતા.
ભુજથી ધાંગધ્રા તરફ જતું કેમિકલ ભરેલું ટેન્કર હળવદ નજીક પહોંચતા હળવદના હરીદર્શન ચોકડી પાસે રાત્રિના સમયે ડ્રાઇવર કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ જતા કેમિકલની રોડ પર રેલમછેલ સર્જાઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ટેન્કરના ચાલકને સામાન્ય ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જયારે ઘટનાની જાણ થતાં જ એલ&ટી સ્ટાફ વિજયસિંહ જાડેજા અને હિતેશભાઈ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક જામ હળવો કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.