વેપારીઓમાં રોષ:હળવદની રાજોધરજી સ્કૂલ પાછળ ખડકાયા ગંદકીના ગંજ

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની નિંભરતા સામે વેપારીઓમાં રોષ
  • આસપાસના વેપારીઓ જ ફેલાવે છે ગંદકી

હળવદની રાજોધરજી હાઈસ્કૂલની પાછળ અને શંકરપરા જવાનિ વિસ્તારમાં અમુક વેપારીઓ બેશુમાર ગંદકી ફેલાવે છે અને કચરો નાખે છે તેના કારણે રાહદારીઓ અને અન્ય વેપારીઓને ભારે મુસીબત વેઠવી પડી રહી છે અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે અને રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી કરનાર વેપારી સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહિશો ની માંગ ઉઠવા પામી છે. હાઇસ્કૂલ પાછળના જ વિસ્તારમાં ખડકાયેલી ગંદકીથી વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને શિસ્તના પાઠ કેવી રીતે ભણશે એ પણ સવાલ ઉઠી રહ્યો છે.

હળવદની હાઈસ્કૂલની પાછળ અને શંકરપરા જવાના રસ્તા પર ઘણા સમયથી અહીંના ખાણીપીણીના વેપારી દ્વારા ખાદ્ય ખોરાક નાખે છે તેમજ કચરો ફેંકે છે તેમજ પાણી ફેંકીને વ્યાપક ગંદકી ફેલાવે છે. નગર પાલિકાએ આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં વેપારીઓ કચરો નાખવાનું બંધ કરતા નથી. જેના કારણે આજુબાજુના રહીશોને પારાવાર મુશ્કેલી પડે છે તેમજ ગંદકીના કારણે મચ્છરનો ત્રાસ વધતો જાય છે અને રોગચાળો વધવાની દહેશત પેદા થાય તેમ છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી ફેલાવનાર વેપારી સામે કડક કાર્યવાહી કરે તેવી અહીંના રહીશોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...