જાતે પાટાપિંડી કરી:ભલગામડા‌ના દર્દીએ હળવદ સિવિલમાં સારવાર ન મળતાં જાતે પાટાપિંડી કરી

હળવદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભલગામડા‌ના દર્દીએ હળવદ સિવિલમાં સારવાર ન મળતાં જાતે પાટાપિંડી કરી

હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીનો વીડિયો ફરી એક વખત જાહેર થયો છે. જેમાં ભલગામડાનો યુવકને અકસ્માતે ઈજા પહોંચતા તે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહીં હોવાથી એક વ્યક્તિ જાતે જ પાટાપીંડી કરતો હોવાનો વીડિયો તેમજ એક વ્યક્તિએ જાતે જ સારવાર લીધી હોવાનો વીડિયો વહેતો થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવકને વધુ પીડા થતા તેણે સરકારી હોસ્પિટલમાં એક્સરે માટે પૂછતા એક્સ રે છેક સોમવારે થશે તેમ જણાવાયું હતું. જો કે આ યુવકે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેમાં તેને એક હાથમાં ફેક્ચર આવ્યું હતું.

આ બનાવ અંગે હરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે અકસ્માતે તેને કપાળે અને હાથે ઈજા પહોંચી હતી. જેથી તેઓ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ ડો.અશ્વિનભાઈ આદ્રોજાએ પ્રાથમિક સારવાર આપી હતી. વધુમાં તેને ડ્રેસિંગ કરવાનું હતું પરંતુ સમય વિતવા છતાં કોઈ હાજર નહીં થતા આખરે યુવકે જાતે જ ડ્રેસિંગ કર્યું હતુ. તો સાથે એ વીડિયોમાં અન્ય એક વ્યક્તિ પણ જાતે પાટાપીંડી કરતો હોવાનો વીડિયો વહેતો થયો છે. યુવકે જણાવ્યું હતું કે, એક્સરે બાબતે જ્યારે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સોમવારે જ એક્સ રે થશે. ત્યારે યુવકે આ રીતે પોતાની પીડા વ્યક્ત કરી હતી.

યુવાનને એક્સ-રેની જરૂર જ ન હતી: તબીબ
બીજી તરફ ફરજ પરના તબીબ ડો. અશ્વિન આદ્રોજાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, યુવાન સારવાર લેવા આવ્યો ત્યારે એક્સ રેની જરૂર ન જણાતા તેને ના પાડવામાં આવી હતી. તો સાથે ડ્રેસિંગ કરનાર વ્યક્તિ તે સમયે બાજુમાં ઓપરેશન અંગે કેમ્પ ચાલતો હોય જેથી ત્યાં કામ માટે ગયો હતો તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...