મુસાફરી આસાન:હળવદમાં અઢી કરોડના ખર્ચે નવું બસસ્ટેન્ડ બનશે

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટીની જાહેરાતના પગલે લોકોને છાપરાથી મળશે મુક્તિ

હળવદમાં મુસાફરોની સુવિધા વધારવા માટે અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવવાની સ્થાનિક અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ રાજ્યના એસટી નિગમે રૂ.2.50 કરોડના ખર્ચે હળવદમાં અત્યાધુનિક નવું બસ સ્ટેન્ડ બનાવાશે અને ટેન્કરની આખરી કાર્યવાહી બાદ ટૂંકાગળામાં બસ સ્ટેન્ડના બાંધકામ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હળવદના લોકોમાં રાજીપો છવાયો છે.

એસટી નિગમે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, એસટી નિગમ રાજકોટ હસ્તકના હળવદમાં સરકારે ફાળવલા ફંડ મુજબ રૂ.2.50 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. મુસાફરો માટે તમામ સુવિધાઓ સાથેનું બસ સ્ટેન્ડ ટેન્ડરની આખરી કાર્યવાહી થયા બાદ નવું બસ સ્ટેન્ડ બનાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ જેવા વિકસતા શહેરમાં આઝાદીના આટલા વર્ષે પણ આધુનિક બસ સ્ટેન્ડ જેવું છે જ નહિ.

માત્ર વર્ષો પહેલા બે ત્રણ પતરા નાખીને સ્ટેન્ડ બનાવી દેવાયું હતું. ચોમાસામાં પતરામાંથી પાણી પડતું હતું અને બાંકડા, પાણી સહિતની ઘણી સુવિધા છે જ નહીં. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પણ આનાથી પણ સારું બસ સ્ટેન્ડ હોય છે. હવે જે પતરા જેવુ બસ સ્ટેન્ડ તોડી પાડીને નવું બનાવશે. જોકે હજુ બસસ્ટેન્ડના ખાતમુહૂર્ત કે શિલાન્યાસની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આથી કામ ખરેખર ક્યારે શરૂ થશે. એ સવાલ તો હજુ લોકોના મનમાં ઉપજેલો છે જ.

અન્ય સમાચારો પણ છે...