આક્ષેપ:મતદાર યાદીમાં છબરડા કરાતા આત્મવિલોપનની આપી ચીમકી

હળવદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણમલપુરના અરજદારનો યાદીમાં છબરડો કરી અનુ. જાતિના લોકોને તક ન આપવાનો આક્ષેપ

રણમલપુર ગ્રામ પંચાયતનો વિવાદ ઘણાં લાંબા સમયથી ચાલતો હતો અને બજેટ સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થતાં આખી બોડીને વિકાસ કમિશ્નરે બરતરફ કરી દીધી હતી ત્યારે ફરી એકવાર રણમલપુરના અરજદારે મતદાર યાદીમાં સુધારો કરીને વોર્ડ વેરવિખેર કરી નાખતા ચુંટણી અધિકારી ગાંધીનગરથી લઈને અનેક જગ્યાએ રજૂઆત કરી હતી અને વોર્ડ એકથી દસમાં સુધારો નહીં કરવામાં આવતા આખરે અરજદારે 25 નવેમ્બરે મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરી દેહત્યાગ કરવાનો નિર્ધાર કર્યો હતો અને કલેકટર, મામલતદાર અને પોલીસને લેખિતમાં જાણ કરી છે.

હળવદ તાલુકાના રણમલપુરના અરજદાર પુનાભાઈ દેવાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે મેં અનુસુચિત જાતિના સરપંચ ચુંટણી લડીને જીતી ન શકે તે માટે મતદાર વેરવિખેર કરી નાખ્યાં હોવાની અનેક રજૂઆત ઉચ્ચકક્ષાએ કરી હતી અને વોર્ડ એકથી દસમાં તમામમાં સુધારો કરવાની અરજી કરવામાં આવી હતી પરંતુ અધિકારી દ્વારા ફક્ત વોર્ડ એકમાં જ સુધારો કર્યો છે. જેથી કરીને અનુસૂચિત જાતિના મતદરો વેરવિખેર થઈ જતાં કોઈ ઉમેદવાર જીતી ન શકે તેવું ઈરાદાપૂર્વક કરી નાખવામાં આવ્યું છે અને જો આ કામગીરીમાં સુધારો કરવામાં નહીં આવે તો હું 25 નવેમ્બરે કચેરીમાં આત્મવિલોપન કરીશ કરીશ.

અન્ય સમાચારો પણ છે...