તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રાયસંગપુરની વાડીમાં શોર્ટ સર્કિટથી આગ,11 વીઘામાં ઘઉંનો પાક બળ્યો

હળવદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હળવદ તાલુકામાં ખેતરમાં આગ લાગવાનો સતત બીજો બનાવ બનતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું. - Divya Bhaskar
હળવદ તાલુકામાં ખેતરમાં આગ લાગવાનો સતત બીજો બનાવ બનતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું.
 • લટકતાં વીજવાયરોથી ખેતરોમાં થતા નુકસાનથી ખેડૂતોમાં રોષ
 • વીજકંપનીની બેદરકારીના લીધે ખેડૂતના મોંનો કોળિયો છીનવાયો

હળવદના રાયસંગપુર ગામમાં બે ખેડૂતોના ખેતરોમાં સોર્ટ સર્કીટના કારણે આગ લાગતા બે ધરતીપુત્રોના 8 વીઘા અને 3 વીઘા જમીનમાં વાવેતર કરેલા ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા.વીજ વાયરના તણખલાના કારણે આગ લાગી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ખેડુતો જણાવી રહ્યાં છે ત્યારે મોતના માંડવા સમાન લટકતા તારોનુ સમારકામ કરવામાં આવે તેવી ખેડુતોની માંગ છે.

હળવદના રાયસંગપુરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં મનસુખભાઇ મોરીના 8 વીઘામાં ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો તેમજ માવજીભાઈ દલવાડીના 3 વીઘાના મહામહેનતે પકવેલો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આગની ઘટનામાં ફાયર ફાયટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. વધારે નુકસાન થતું બચાવી લીધું હતું ત્યારે મોતના માંડવા સમાન લટકતા જીવતા વીજ વાયરોથી થતાં નુકસાનથી ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વહેલી તકે વીજ વિભાગ સમારકામ કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો