સફાઈ અભિયાન:હળવદની સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક સરકારી હોસ્પિટલના અઘીક્ષકની બેઠક બોલાવી નગરપાલિકાના સફાઇ કામદારો પાસે સફાઈ કરાવાઇ

હળવદ સરકારી હોસ્પિટલના પાછળના ભાગમાં અને બગીચામાં જ્યાં ત્યાં કચરાનો ઢગ ખાલી બોક્સ દવાના બોક્સ સહિતના કચરોના ઢંગ ન અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. જેના પગલે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ દોડી આવીને અધિક્ષકની બેઠક બોલાવી તુરત જ કચરા નિકાલ કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

હળવદની સરકારી હોસ્પિટલની બિલ્ડિંગની પાછળ તેમજ હોસ્પિટલમાં જ્યાં ત્યાં કચરો તેમજ પાનની પિચકારી નાખીને દર્દીના સગા તેમજ આરોગ્યનો સ્ટાફ દ્વારા પિચકારી મારતા હતા. તેમજ સરકારી હોસ્પિટલમાં આવેલા બગીચામાં પ્લાસ્ટિકની થેલી વૃક્ષોનો કચરો પ્લાસ્ટિકકપ, ખાલી બોક્સ, દવાના બોક્સ સહિતના કચરાના ઢગલાની રજૂઆત શહળવદના જાગૃત નાગરિકે દિવ્યભાસ્કરને કરી હતી. જેનો અહેવાલ સોમવાર 18મી એપ્રિલના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો.

મોરબી જિલ્લા અધિકારી જે.‌એમ. કતીરાને સહિતના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા અને અધિક્ષકની સ્ટાફની બેઠક બોલાવી હતી.ત્યારબાદ તુરત જ બગીચામાં પડેલ કચરાનો નિકાલ કરીને હળવદ નગરપાલિકા સેનિટેશન ઇન્સ્પેક્ટર આસમાન પાલ અને સફાઈ કામદારો દ્વારા તાત્કાલિક કચરાનો નિકાલ કરીને સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...