એલર્ટ:બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાથી 9 ગામને એલર્ટ કરાયા

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેમ 90 ટકા ભરાઇ ગયો, નર્મદાના નીરની પણ આવક ચાલુ

હળવદ પંથકમાં સોમવારે અને મંગળવારે  મુશળધાર  વરસાદના ‌પગલે હળવદ તાલુકાના બ્રાહ્મણી ૨ ડેમની આસપાસ ૧૨૫ મી મી જેટલો વરસાદ પડયો હતો જેના પગલે ડેમમાં નદીના પટમાંથી પાણીની સતત આવક ચાલુ હતું  .મંગળવારે નદીની પાણીની આવક બંધ થઈ જતાં  હાલ નર્મદા કેનાલમાંથી પાણીની આવક ચાલુ છે અત્યારે હાલ ડેમની સપાટી ૪૨.૭૦ મી એટલે કે ૯૦ ટકા ડેમ ભરાઈ ગયો છે ડેમ નું લેવલ ૪૩-૦૦ થઈ જાય એટલે ડેમ ના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે આ અંગે સિંચાઇ વિભાગના સેકશન ઓફિસર કે જી લીંબડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ડેમ ની સપાટી ૯૦ ટકા જેટલી થઇ ગઇ છે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે જેના કારણે આજુબાજુના સુસવાવ, કેદારીયા ,ધનાળા ,રાયસંગપુર ,મયુર નગર ,મિયાણી  ,ચાડધ્રા ,માનગઢ ,ટીકર , સહિતના ૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા  હતા અને  માલ મિલકત ‌માલઢોરને સલામત સ્થળે ખસેડી લેવા અને નદીના પટમાં લોકો એ અવરજવર ન કરવી, તેવી સુચનાઓ ગામના તલાટી અને સરપંચોને સુચના આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...