હળવદ ધાંગધ્રા હાઈ-વે રોડ ઉપર આવેલા સુખપર ગામના પાટિયા પાસે ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા ટ્રાવેલ્સ ડ્રાઈવર ફસાયા હતા. અને 9 મુસાફરને ગંભીર ઈજા થતાં હળવદની સરકારી હોસ્પિટલ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બનાવના પગલે ટ્રાફિક જામના દૃ શ્યો સર્જાયા હતા. પોલીસ ઘટના સ્થળે દોડી ટ્રાફિકજામ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
હળવદ- ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈ-વે પર સુખપર ગામના પાટિયા પાસે હળવદથી ધાંગધ્રા જતી ટ્રાવેલ્સને ટ્રેલરચાલક સાથે ધડાકાભેર અથડાતા ડ્રાઇવર સહિત 9 મુસાફરને ઇજા થઇ હતી. આ તમામ ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે સ્ટાફના માણસોએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોના નામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.