ધરપકડ:હળવદના ઈશ્વરનગર ગામની સીમમાંથી જુગાર રમતાં 9 જુગારી ઝડપાયા

હળવદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી એલસીબીએ 2.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

મોરબી એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામની સીમમાં વાડી છાપો માર્યો હતો. જેમાં 9 શખ્સો જુગાર રમતા રંગેહાથે રોકડ રકમ રૂ.2,00,200 અને મોબાઈલ નંગ-9 કિંમત રૂ.22,000 એમ કુલ મુદામાલ કિંમત રૂ.2,22,200 હળવદ પોલીસને હવાલે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી.બી. જાડેજાની સુચનાથી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં એલસીબી સ્ટાફના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને બાતમી મળી કે હળવદના ઈશ્વરનગર ગામની બોરીયું તરીકે ઓળખાતી સીમમાં ઈશ્વરનગર ગામે રહેતો ચંદ્રકાંત દેવજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં જુગાર ચાલી રહ્યો છે. આથી આ સ્થળે દરોડો પાડતા જુગાર રમી રમાડતા ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અધારા, ધર્મેન્દ્રભાઈ વાસુદેવભાઈ માકાસણા, હસમુખભાઈ પ્રભુભાઈ ગણેસીયા, ભરતગીરી રતીગીરી ગોસાઈ, અરવિંદભાઈ મનજીભાઈ અઘારા, રૂપેશ લક્ષ્મણભાઈ કલોલા, શાંતિલાલ નારણભાઈ હુલાણી, ચમનભાઈ ઘનજીભાઈ બાવરવા અને ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા ઝડપી લીધા હતા. આ બનાવમાં રોકડ રકમ રૂ.2,00,200 અને મોબાઈલ નંગ-9 કિંમત રૂ.22000 એમ કુલ મુદામાલ કિંમત રૂ.2,22,200 જપ્ત કરવામાં આવ્યો હતો.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં ચંદુભાઈ કાણોતરા, દિલીપભાઈ ચૌધરી, ભરતભાઈ જીલરીયા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સતીશભાઈ કાંજીયા, સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ફૂલીબેન તરાર, ભરતભાઈ મિયાત્રા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેયલાય સમયથી જુગારીઓ બેફામ બનીને જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસ કાર્યવાહીથી ફફડાટ છે.

અન્ય સમાચારો પણ છે...