કાર્યવાહી:ચુપણી ગામની સીમમાંથી 800 લીટર દેશી દારૂ પકડાયો, આરોપી ફરાર

હળવદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચૂપણી ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં રૂ. 16,000ની કિંમતનો 800 લીટર દારૂ ઝડપી પાડી ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. હળવદ પંથકમાં દેશી-વિદેશી દારૂની પ્રવૃતિ સામે પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.

આ દરમિયાન બાતમીના આધારે ચુપણી ગામની સીમમાંથી રૂ. 16,000ની કિંમતનો 800 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. આ બનાવમાં ફરાર આરોપી ધીરૂભાઇ કેશાભાઇ વાજલીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ પીએસઆઇ આર.બી ટાપરિયા, રવિરાજસિંહ ઝાલા, રણજીતસિંહ રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર જોડાયા હતા.

ચુપણી ગામની સીમમાંથી જનતા રેડનો વીડિયો ફરતો થતા ચકચાર
હળવદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચૂપણી ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં રૂ. 16,000ની કિંમતનો 800 લીટર દેશી દારૂ ઝડપી પાડી ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે બીજી તરફ આ ગામની સીમમાં ગ્રામજનો અને સરપંચે જનતા રેડ કરી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો થતા ચકચાર ફેલાઇ હતી. જનતાએ પાડેલી રેડ પોલીસ તેમના નામે લઇને વાહવાહ લેતો હોવાની વાતો વહેતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...