તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:હળવદ તાલુકાના મયૂરનગર ગામના 70 લોકો આપમાં જોડાયા

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે રવિવારની રાત્રે બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરાઈ હતી. આગામી દિવસોમાં પ્રદેશ ટીમની મોરબી મુલાકાત લઈને ચર્ચા થઈ હતી. ત્યારબાદ 70થી વધારે યુવાનો, વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.

સમગ્ર મોરબી હળવદની અંદર આમ આદમી પાર્ટી આગેવાનો નવા કાર્યકર્તાઓને આપમાં જોડીને પાર્ટી મોટી કરી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામે 70 જેટલાં કાયકર્તાઓ ભાજપ અને કોંગ્રેસથી કંટાળીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. રવિવારની રાત્રે યોજાયેલા કાર્યક્રમમાં હળવદ તાલુકાના આમ આદમી પાર્ટી હળવદની ટીમમાંથી વિપુલભાઈ રબારી, હિતેશભાઈ વરમોરા, દિપભાઈ પારેજીયા, હિતેશભાઈ મકવાણા, ચંદુભાઈ મોરી ઉપસ્થિતિ રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે જ્યારે કોરોનાએ તરખાટ મચાવ્યો જેમાં લોકોને બેસહારા રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...