હળવદના ચરાડવા ગામની સીમ આવેલી વાડીમાં દારૂ હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીમાંથી વિદેશી દારૂની 69 બોટલો મળી આવી હતી.
હળવદમાં બુટલેગરો ઈંગ્લિશ દારૂની હેરાફેરી, સંગ્રહ કરતા હોય, વેપલો કરતા હોવાની બાતમી મોરબી એલ.સી.બી પોલીસને મળતા એલ.સી.બી.ના દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસે ચરાડવાથી જીકીયારી જવાના કાચા રસ્તે શશીકાંતભાઇ મુળજીભાઇ સતવારા રહે. ચરાડવા વાળાની વાડીની ઓરડીની બાજુમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી વિદેશી દારૂની ૬૯ અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.
જેથી પોલીસે 30,600નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હાજર નહી મળી આવતા તેની સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ચરાડવા ગામના આરોપી શશીકાંતભાઇ મુળજીભાઇ ચાવડા જાતે સતવારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.