હળવદના જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં 12 લોકોના દિવાલ ધરાશાય થવાથી મોતના પગલે હળવદ પોલીસ દ્વારા 8 આરોપીમાંથી 6 આરોપીને ઝડપી પાડયા હતા. અને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મોરબીના હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સોલ્ટમાં બે દિવસ પહેલા મીઠાના કારખાનાના 100 ફુટ લાંબી પાયા વગરની, કોલમ વગરની દીવાલ ધરાશાયી થતા નાના બાળકો, મહિલા, પુરુષ સહિત 12નાં મોત થયા હતા ત્યારે આ બનાવમાં ગુનો નોંધાતા હળવદ પોલીસ મોરબી એસઓજી, એલસીબી, હળવદ પોલીસ સહિતનાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અને ગણતરીની કલાકોમાં 8 આરોપીમાંથી અફઝલ ધોળકિયા, દેવો ઉર્ફે મીઠા વારીશ ઘોણીયા, આત્મારામ ચૌધરી, સંજયભાઈ ખત્રી, મનુ ઉર્ફે મનોજભાઈ છાનોરા, આસિફ નુરમંહમદ ઉર્ફે નુરાભાઈ સોઢા સહિત 6ને ઝડપી પાડીને હળવદ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પીઆઈ જે. એમ. આલેએ કોર્ટમાં ઝડપાયેલા આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પીઆઈ જે. એમ. આલે જણાવ્યું કે, આ દીવાલ ધરાશાયીમાં 12 લોકોના મોત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.