હળવદ નગરપાલિકાના ભાજપના સદસ્ય અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ આપ અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો દ્વારા પાર્ટી છોડીને વિવિધ હોદેદારો સહિત 40 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે શુક્રવારે નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખે ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે. તો સાથે આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોરના હસ્તે કોંગ્રેસમાં જોડાયા છે.
હળવદ નગરપાલિકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયેશ વાસુભાઈ પટેલ, બહુજન સમાજ પાર્ટીમાંથી પરમાર ઇશ્વરભાઈ કરશનભાઈ, કનુભાઈ રામસિંગભાઈ રાજપૂત ભાજપમાં જોડાયા હતા. તેમજ ભાજપમાંથી નિલેશભાઈ ગડેશીયા, ધીરૂભાઈ ગોરધનભાઈ, ધનજીભાઈ મોહનભાઈ, કાળુભાઈ રઘુભાઈ, શક્તિસિંહ લાલજીભાઈ રાજપૂત, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રમેશભાઈ ઓધવજીભાઈ, મોહનભાઈ, વાઘેલા આલાભાઈ ઘનાભાઈ, પાંડાતીરથ પૂર્વ સરપંચ નાગજીભાઈ, ડુંગરપુર ઉપસરપંચ કાળુભાઈ રઘુભાઈ, પાંડાતીરથના મહેશભાઈ બાલાભાઈ ઝીંઝુવાડીયા સહિત 40 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.