તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હળવદ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન જુગાર અંગે દરોડા કર્યા હતા. જેમાં શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં જુગાર રમતો એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે અન્ય એક દરોડામાં સાપકડા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા જ્યારે બે શખ્સો ફરાર થઇ ગયા હતા. હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જુગારની બદીને અટકાવવા કાર્યવાહી હાથ ધરી હતી. જેના પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદ શહેરના પંચમુખી ઢોરે મહાદેવ મંદિર પાસે દરોડો કર્યો હતો. જ્યાં જાહેરમાં વરલીનો જુગાર રમતા નીતેશ મનસુખભાઇ કોળી રહે હળવદ ભવાનીનગર ઢોરાવિસ્તારને ઝડપી પાડી રોકડ સહિત રૂ.232નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે અન્ય એક દરોડામાં તાલુકાના સાપકડા ગામે શિવ મંદિર બાજુમાં તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો. જ્યાં પોલીસને જોઇ નાસભાગ મચી જવા પામી હતી. દરોડા સ્થળ પરથી ભાસ્કર અરવિંદભાઈ નિમ્બાર્ક અને ગલાભાઈ મંગાભાઈ ચૌહાણ એમ બે શખ્સો ઝડપી લઈને રોકડ રકમ રૂ.3540 જપ્ત કરી છે. આ દરોડા દરમિયાન આરોપી કિલો સુરેશ નાડીયા અને પ્રહલાદભાઈ મુકેશભાઈ નાડીયા રહે બંને સાપકડા વાળા નાસી છુટતા બંનેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.