વિનામૂલ્યે ભોજન:હળવદ યાર્ડની ખેડૂત ભોજનાલયમાં 200 વિદ્યાર્થીને વિનામૂલ્યે ભોજન કરાવાયું

હળવદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે વિદ્યાર્થીઓ ધો. 10, 12ની પરીક્ષા આપવા આવ્યા હતા

હળવદ શહેરમાં ધોરણ 10 અને 12ના બોર્ડમાં પરીક્ષા આપવા મંગળવારે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સહિત 200 જેટલા લોકોને માર્કેટિંગ યાર્ડની ખેડૂત ભોજનાલયમાં ભોજનાલય સંચાલકે વિનામૂલ્ય ભોજન કરાવ્યું હતુ.

દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપતા આવતા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને મંગળવારે બપોરના સમયે જમવામાં હાલાકી ન પડે તે હેતુથી ‌ હળવદ માર્કેટિંગ યાર્ડની ખેડૂત ના ખેડૂત ભોજનાલય ભોજન આપવાની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું હતું ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને 200 જેટલા વિદ્યાર્થીઓ તેમજ એક વાલી ને. પણ વિનામૂલ્યે ભોજન કરાવ્યું હતું. આ અંગે માર્કેટિંગ યાર્ડના ખેડૂત ભોજનાલય સંચાલક હિતેશભાઈ લોરીયાએ જણાવ્યું.

ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે બહારનું ન જમવું પડે તે માટે ઘર જેવી રસોઈ ગુજરાતી ભાણુ બે શાક અને દાળ ભાત છાશ વિનામૂલ્યે ભરપેટ જમવાનું જ્યાં સુધી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે ત્યાં સુધી તમામ ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓને જમાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...