ચૂંટણી:હળવદ પાલિકાના કોંગ્રેસના 2 સદસ્ય અને કારોબારીના પૂર્વ ચેરમેન ભાજપમાં જોડાયા

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ- ધ્રાંગધ્રા વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના સભ્ય દેવાભાઈ ભરવાડ અને વાસુદેભાઈ પટેલ તેમજ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ગુજરાત પ્રદેશના ડેલિકેટ હેમાંગભાઈ રાવલ ‌સહિતના 3 વ્યક્તિ કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો ભોગવો પહેરી લીધો હતો.

હળવદ હાઇ-વે ઉપર આવેલા ભાજપના કાર્યાલયમાં ગુજરાત કિસાન સેલના ઉપાધ્યક્ષ અને પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા દ્વારા ત્રણેયને તેમજ 200 જેટલા કાર્યકર્તાને ભાજપનો કેસ ધારણ કરાવી આવકાર્યા હતા. મોરબી જિલ્લા ‌ભાજપ‌ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, પાલિકા પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ સહિતના તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ પાલિકાના ‌‌ભાજપ સદસ્ય સહિત 8 ગામના સરપંચ કોંગ્રેસમાં જોડાયા
હળવદ‌ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે બ્રહ્મ સમાજના પ્રમુખ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન જીજ્ઞાશુભાઈ પંચોલી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. ભલગામડા, રાણેકપર, ચિત્રોડી, પ્રતાપગઢ, રણછોડગઢ, કેદારીયા સહિત 8 ગામના સરપંચ અને હળવદ તાલુકા બક્ષીપંચ મોરચાના ભાજપના મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...