લમ્પી વાઈરસ:હળવદના કવાડિયા-રાયસંગપુર ગામે લમ્પી વાઈરસના 2 કેસ દેખાયા

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદમાં થોડા દિવસ પહેલાં એક પશુમાં લમ્પી કેસ દેખાયો હતો. ત્યારબાદ લમ્પી વાયરસં ફરી માથું ઊંચક્યું હોય તેમ હળવદ તાલુકાના કવાડિયા અને રાયસંગપુર ગામે 1-1 કેસ દેખાતા તંત્રની ટીમ તાત્કાલિક બંને ગામોમાં દોડીને 400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ બંને ગૌવંશની તબિયત સુધારા ઉપર છે તેમ પશુપાલન વિભાગના ડોક્ટરે જણાવ્યું હતુ.

મોરબી જિલ્લાના હળવદમાં પણ પશુઓને લમ્પી વાયરસના કેસ દેખાતા પશુ વિભાગ દોડતું થયું હતું. ત્યારે હળવદ તાલુકાના કવાડિયામાં 1 અને રાયસંગપર-1 કેસ દેખાતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. હળવદ તાલુકાના રાયસંગપુર ગામે એક ગૌવંશ પર વાઈરસ લક્ષણો દેખાતા ડોક્ટરની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપીને ગામમાં 100 જેટલા રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકાના કવાડિયા ગામે પણ 1 પશુને લમ્પીનો શંકાસ્પદ દેખાતા 300 જેટલા પશુનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આમ બંને ગામમાં થઈને 400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

પશુ ડોક્ટર વિશાલભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે કવાડિયા અને નવા રાસંગપુર ગામ બંને ગામમાં શંકાસ્પદ લમ્સીનો કેસ દેખાતા અમારી ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપીને બંને ગૌવંશની તબિયત હાલ સુધારા ઉપર છે. પશુમાં બીમારી થાય તો જાણ કરવી અને તાત્કાલિક જાણ કરવાથી તુરંત જ સારવાર મળે તો લમ્પી વાીરસ મટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...